આજરોજ તા.01/06/2025 નગરસીમ વિસ્તાર કાલાવડ નાકા બહાર બ્રિજ થી મહાપ્રભુજી બેઠક સુધીનું મુખ્ય રોડને ફોરટ્રેક રોડ બનાવવા માટે અંદાજિત રૂપિયા પાંચ કરોડના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત પુર્વ વિરોધપક્ષ નેતા અને કોર્પોરેટર અસલમભાઈ ખીલજી, કોર્પોરેટર વકીલ જેનમબેન આઈ ખફી તથા સંધી સમાજના પ્રમુખ હાજી રીઝવાનભાઈ જુણેજા દ્વારા તારીખ 27/10/2024 ના રોજ કરવામાં આવ્યું હતુ. તેમજ ફોરટ્રેક રોડનું કામ પુર્ણ થયેલ છે થોડા દિવસોમાં ડીવાઈડરનું કામ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ વીજપોલ ઊભા કરી એલઈડી લાઈટો નાખવામાં આવશે તેમજ રોડ પર વૃક્ષો રોપવામાં આવશે. આ કામ પૂરું થતા સ્થાનિક રહેવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી કોર્પોરેટરો આજ રૂબરૂ મુલાકાત કરી સામાન્ય અધુરી રહેલ કામગીરી પુર્ણ કરાવવા સ્થળ પરજ જરૂરી સુચના આપવામાં આવેલ આમ વોર્ડ નંબર 12 ના કોર્પોરેટરો ની સહરાનીય કામગીરી રહેલ છે આ તકે મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી જુમાભાઈ ખફી, ઇમ્તિયાઝબાપુ સૈયદ, યુસુફભાઈ એ પરાસરા સામાજિક કાર્યકર અને એસટી મા ફરજ બજાવતા મુસ્લિમ અગ્રણી શકીલભાઈ ખફી, મોઈનભાઈ કુરેશી, ઈરફાનભાઈ હિંગોળા વગેરે હાજર રહ્યાં હતા.
Average Rating
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ