વાંકાનેર : વાંકાનેરની 108 ઇમર્જન્સી સેવાની ટીમે અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીના પરિવારને રૂ.4872 રોકડ રકમ સહિત સમાન પરત કરીને માનવતા મહેકાવી હતી. મોરબી જિલ્લાના જિલ્લા સુપરવાઇજર વિરાટ પંચાલને કાર્યને બિરદાવ્યું હતું. ગત તા. 30/12/2020 ના રોજ બુધવારે સાંજે 7:20 વાગે ઢુવાથી મોરબી તરફ જવાના રસ્તા પર બકાલું લઈને જતા રિક્ષા ચાલકનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. જેની જાણ 108 વાંકાનેરની ટીમને થતાં તાત્કાલિક જ ઇએમટી પ્રવીણભાઈ અને પાઇલોટ રાજદીપસિંહ 108 લઈને રવાના થયા હતા. ઘટના સ્થળે પહોંચીને એમને રિક્ષામાં રહેલ ઇજાગ્રસ્તને બહાર લાવીને સારવાર કરી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. આ સમયે 108 ની ટીમને રૂ. 4872 રોકડ રકમ અને એક એન્ડ્રોઇડ ફોન મળી આવ્યો હતો. જેને 108 ની ટીમે ઇજાગ્રસ્તનાં ભાઈને પરત આપીને એક પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું. મોરબી જિલ્લાના સુપરવાઇજર વિરાટ પંચાલને કાર્યને બિરદાવી આ જ રીતે 108 ની ટીમ મોરબી જિલ્લામાં પ્રમાણિકતા અને જીવનદાયક બનીને મદદરૂપ થાય છે તેમ જણાવ્યું હતું.
Average Rating
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ